મોરબીના રંગપર ગામની સીમમાં 108 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડી શક્ત શનાળા ગામના શખ્સને વિદેશી દારૂની 108 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે રંગપર ગામની સીમમાં દેવરાજ કોમ્પ્લેક્સ પાછળ દરોડો પાડી આરોપી મેરુ ભરતભાઇ કરકટા રહે.શક્ત શનાળા વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 108 બોટલ કિંમત રૂપિયા 49,680 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text