હળવદના ઢવાણા ગામે વિજળી પડતાં એકનું મોત : બે બહેનો બેભાન થઈ ગઈ

- text


એમપીનો પરિવાર હળવદ મજૂરી કામ કરવા માટે આવ્યો હતો 

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે ગતરાત્રિના વાડીએ સુતેલા મજુરની ઓરડી પર જોરદાર કડાકા સાથે વીજળી પડતા ઓરડીમાં સુઈ રહેલા 18 વર્ષની યુવતીનું હૃદય બેસી જતા મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે મહિલાઓ હેબતાઈ જતા સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાના કૈલાશ નગર ગામે રહેતા ધીરુભાઈ વેલાભાઇ રાજપુતની વાડી હળવદ તાલુકાના ઢવાણા ગામની સીમ વિસ્તારમાં આવેલી છે તેઓની વાડીએ એમપીથી મજૂરીકામ કરવા માટે આવેલ આરતીબેન સુલતાનભાઈ બારીયા ઉમર વર્ષ 18 તે તેનો ભાઈ અને બહેનો ગત રાત્રીના વાડીની ઓરડીમાં સુતા હતા ત્યારે રાતના 12:30 વાગ્યાની આસપાસ જોરદાર કડાકા સાથે ઓરડી પર વીજળી પડતા આરતીબેનનું હૃદય બેસી જતા મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે મહિલાઓ પણ હેબતાઈ જતા તેઓને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા.

- text

બીજી તરફ ઢવાણા ગામના જ અને હળવદ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા મહિપાલસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ યુવતીનું મોત વાડીની ઓરડી પર વીજળી પડવાથી થયું છે જેથી યુવતીના પરિવારને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેમજ વાડી માલિકને થયેલ નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી છે.

- text