મોરબીના મકનસર નજીક વિદેશી દારૂની 39 બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

- text


મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં તુલસી પેટ્રોલપંપ પાછળથી મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી રૂસ્તમ ઉર્ફે યાસીનભાઈ યુનુસભાઈ ખલીફા રહે.મકનસર વાળાને વિદેશી દારૂની નાની – મોટી 39 બોટલ કિંમત રૂપિયા 4620 સાથે ઝડપી લીધો હતો. વિદેશી દારૂના દરોડા દરમિયાન આરોપીએ સપ્લાયરનું નામ કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text