મોરબી જિલ્લામાં રાત્રીના વરસાદ બાદ મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમનાં દરવાજા ખોલવાની ફરજ પડી

- text


હાલમાં બપોરે 12 વાગ્યાની સ્થિતિ મુજબ મચ્છુ 1 ડેમ 0.3 ફૂટે ઓવરફ્લો, મચ્છુ 2 ડેમનાં 2 દરવાજા અને મચ્છુ 3 ડેમનાં 2 દરવાજા ખુલ્લા

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પાછોતરો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલ શનિવાર રાત્રીના પણ મોરબી પંથકમાં દોઢથી બે ઇંચ વરસાદ પડ્યો છે. જેથી મોરબી જિલ્લાના અમુક ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે.

રવિવારે બપોરે 12 વાગ્યે મોરબી જિલ્લામાં આવેલા ડેમોની સ્થિતિ સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબ છે..

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 1147 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 0.3 ફૂટે ઓવર ફલો થઈ ગયો છે.

મોરબીનાં મચ્છુ 2 ડેમમાં હાલ 3888 કયુસેક પાણીની આવક થઈ રહી છે. અને ડેમના હાલમાં 2 દરવાજા 3 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 4490 કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખુલ્લા છે.

- text

ટંકારાના ડેમી 1 ડેમમાં 269 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે.

ડેમી 2 ડેમમાં 192 કયુસેક પાણીની આવક છે. અને હાલમાં ડેમનાં 1 દરવાજો 3 ઇંચ ખુલ્લા છે

ડેમી 3 ડેમમાં પણ 388 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 1 દરવાજો 6 ઇંચ સુધી ખુલ્લા છે.

જ્યારે હળવદનો બ્રાહ્મણી 1 ડેમમાં 109 કયુસેકની આવક થઈ રહી છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 870 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમનાં 2 દરવાજા 0.5 ફૂટ ખુલ્લા છે.

- text