મોરબીમાં મૃતકના પરિવારને વીમો ન ચુકવતી એક્સીસ બેંકને ગ્રાહક અદાલતની ફિટકાર

- text


રૂ. 5,10,000નો વીમો 9 % વ્યાજ સાથે મૃતકના પરિવારને ચૂકવવા આપ્યો આદેશ

મોરબી : બીલીયા ગામના વતની વૈશાલીબેન રાજીવભાઈ સાણંદીયાને એક્સીસ બેંકે વીમો ચુકવવાની ના પાડતા તેઓ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ અદાલતમાં જતા અદાલતે વૈશાલીબેનને રૂ. 5,10,000 તારીખ 8-6-2024થી 9 %ના વ્યાજ સાથે ચૂકવવાનો બેંકને આદેશ કર્યો છે.

સમગ્ર વિગત અનુસાર, વૈશાલીબેનના પતિ રાજીવભાઈએ એક્સીસ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. બેંકે ગ્રાહકને પ્રલોભન આપ્યું હતું કે, અમારી બેંકમાં ખાતું ખોલાવશો તો તેની સાથે એટીએમ કાર્ડ ફ્રીમાં કોસ્ટમાં મળશે. સાથે જ પર્સનલ એક્સીડન્ટ વીમો 5 લાખનો મળશે. ગ્રાહકે ખાતું ખોલાવ્યું એટલે બેંકે ગ્રાહકને એટીએમ તથા ડેબિટ કાર્ડ સાથે લેટર આપ્યો કે તેમનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કવર થયું છે. તારીખ 18-3-2022ના વૈશાલીબેનને પતિ સાઇકલ લઈને જતા ટ્રક સાથે તેમનો અકસ્માત થતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. તે દરમ્યાન વૈશાલીબેને વીમા માટે બેંકને તમામ કાગળો રજુ કર્યા પરંતુ બેંકે કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ તેઓએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો. ત્યારે કોર્ટે ચુકાદો આપતા એક્સીસ બેંકે વૈશાલીબેન સાણંદીયાને 5 લાખ વીમાના અને 10 હજાર માનસિક ત્રાસના એમ કુલ 5,10,000 તારીખ 8-6-2023થી 9 % વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

- text

- text