ટંકારામા વૃધ્ધ ઉપર બ્રેઝા કાર ચડાવી દઈ મારી નાંખવા પ્રયાસ 

- text


ભાઈના દીકરાના પ્રેમ સંબંધને કારણે જુના ઝઘડામાં બે આરોપીઓએ કરેલું કૃત્ય

ટંકારા : ટંકારા શહેરમાં લતીપર ચોકડીએ ઓબરબ્રિજ નીચે ભાઈના દીકરાના પ્રેમ સંબંધના ઝઘડાને કારણે બે શખ્સોએ બાઈક લઈને જઈ રહેલા વૃધ્ધ ઉપર બ્રેઝા કાર ચડાવી દઈ મારી નાખવા પ્રયાસ કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના ડેરી નાકા વિસ્તારમાં રહેતા રાણાભાઈ સંગ્રામભાઈ ટોળીયા ઉ.60 નામના વૃદ્ધ પોતાનું બાઈક લઈને ગત તા.26ના રોજ રાત્રીના સમયે જઈ રહ્યા હતા ત્યારે આરોપી હકાભાઈ મશરુભાઈ ઝાપડા અને એક અજાણ્યા શખ્સે બીઆર – 01 – ઇએ – 4682 નંબરની બ્રેઝા કારથી બાઇકને ઠોકર મારી પછાડી દઈ રાણાભાઈ ઉપર ગાડીનું વ્હીલ ચડાવવા પ્રયાસ કરતા રાણાભાઈ ખસી ગયા હતા. વધુમાં રાણાભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી હકાભાઈની પુત્રીને તેમના ભાઈ નાગજીભાઈના દીકરા સાથે પ્રેમ સંબંધ અંગે અગાઉ ફરિયાદ કરી હોય તેનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text