હળવદમાં પોણા બે ઈંચ, મોરબીમાં પોણો ઈંચ વરસાદ

- text


મોરબી : ચોમાસાની વિદાય વચ્ચે ગઈકાલે શુક્રવારે રાત્રે મેઘરાજાએ મોરબી જિલ્લામાં સટાસટી બોલાવી હતી જેમાં હળવદ તાલુકામાં 41 મીમી એટલે કે પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો મોરબી તાલુકામા 14 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં હળવદમા 41 મીમી, માળીયા મિયાણામા 10 મીમી, મોરબીમાં 14 મીમી, ટંકારામા 11 મીમી અને વાંકાનેરમા 20 મીમી વરસાદ વરસ્યો હતો.

- text

- text