ટંકારા : ટંકારા પંથકમાં પણ આજે રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા છે. ટંકારા નગરમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત મોટા ખીજડિયાથી શ્રીપાલસિંહ અને લજાઈથી રાધેએ જણાવ્યું કે ત્યાં પણ જોરદાર વરસાદ શરૂ છે.