ટંકારાના મિતાણા નજીક કારની ઠોકરે બાઈક સવારનું મૃત્યુ, બે ઘાયલ

- text


બાઇકને હડફેટે લઈ કાર ચાલક નાસી ગયો

ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના મિતાણા નજીક અજાણ્યા કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને ઠોકર મારી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં રાજકોટના આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકોને ઇજાઓ પહોંચતા ટંકારા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.21ના રોજ રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ દિવ્ય શક્તિ બહુચરધામ મંદિર નજીક અજાણ્યા કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલા રાયસિંગભાઈ ભગાભાઈ ચારોલા રહે.વેલનાથપરા, રાજકોટ વાળાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સાથે રહેલા મૃતકના પુત્ર નવઘણભાઈ અને રોહિતભાઈને ઇજાઓ પહોંચતા બનાવ અંગે મૃતકના પુત્ર નવઘણભાઈ ચારોલાએ ટંકારા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text