હળવદ અને ટંકારામા બે મોબાઈલ ચોરાયા

- text


હળવદ / ટંકારા : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ અને ટંકારા ગામે બે અલગ અલગ કિસ્સામાં બે મોબાઈલ ફોનની ચોરી થઈ જતા હળવદ અને ટંકારા પોલીસે મોબાઈલ ફોનની ચોરી અંગે બે અલગ અલગ ગુન્હામાં ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રથમ બનાવમાં હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે ટીકર રોડ ઉપરથી ફરિયાદી હર્ષદભાઈ કાનજીભાઈ લોરીયાનો રૂપિયા 20 હજારની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા હળવદ પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

જ્યારે ટંકારા ગામે લતીપર ચોકડી નજીકથી ફરિયાદી મહમદજીબરઅલી યુસુફમિયા મનસુરી નામના યુવાનનો 23 હજારની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ જતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text