મોરબીમાં એસએમસી ત્રાટકી, પરશુરામ પોટરી નજીકથી બે બુટલેગરને ઝડપી લીધા

- text


સીટી બી ડિવિઝન પોલીસની હદમાં ચાલતા દારૂ વેચાણનું નેટવર્ક ખુલ્લું પાડી બે આરોપીઓના નામ ખોલાવ્યા

મોરબી : લાંબા સમય બાદ ગુરુવારે મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ એટલે કે એસએમસીએ દરોડો પાડી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં જિલ્લા પોલીસવડાની કચેરી નજીક જ ચાલતા વિદેશી દારૂના વેચાણના નેટવર્કને ખુલ્લું પાડી બે બુટલેગરને પકડી પાડી ધ્રાંગધ્રાના સપ્લાયર તેમજ અન્ય એક બુટલેગરનું નામ ખોલાવતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડાની કચેરી નજીક પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં આવેલ હનુમાનજી મંદિર પાસે વિદેશી દારૂ છુપાવી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ ટીમે દરોડો પાડતા આરોપી સંદીપ બેચરભાઈ ચાઉ રહે.વરિયાનગર, સો ઓરડી અને આરોપી કિશન ભુપતભાઇ ગાંધી રહે.ગ્રીમચોક, મોરબી વાળાને એક સ્પ્લેન્ડર બાઈક અને એક્ટિવા સાથે વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 1395, બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10 હજાર, બે વાહન કિંમત રૂપિયા 70 હજાર તેમજ રોકડા રૂપિયા 6210 મળી કુલ રૂપિયા 87,605 સાથે ઝડપી લીધા હતા.

- text

વધુમાં આરોપી સંદીપની પૂછતાછ કરતા સંદીપ ચાઉએ કબુલ્યું હતું કે પોતે ધ્રાંગધ્રાથી પાંચ પેટી દારૂ મંગાવતા આરોપી મુબારક નામનો શખ્સ ઇકો કારમાં દારૂનો જથ્થો આપી ગયો હતો જે તમામ દારૂનું છૂટક વેચાણ આરોપી જયદીપ ઉર્ફે જયું બેચરભાઈ ચાઉ અને કિશન ગાંધી સાથે વિદેશી દારૂ વેચતો હોવાનું કબુલતા એસએમસી ટીમે ચારેય વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text