29 સપ્ટેમ્બરે હળવદના ચરાડવા ખાતે નિઃશુલ્ક નેત્રમણી કેમ્પનું આયોજન

- text


હળવદ : આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ ચરાડવા ખાતે અક્ષર નિવાસી સદગુરુ લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીના સ્મરણાર્થે તથા સદગુરુ સ્વામી નરેન્દ્ર પ્રસાદદાસજી તેમજ હરિહર અન્નક્ષેત્ર- મોરબી જમનાદાસ બાપાની શુભપ્રેરણાથી નિઃશુલ્ક નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ- રાજકોટ અને શ્રી સહજાનંદ શૈક્ષણિક સંકુલ ગુરુકુળ ચરાડવા દ્વારા ગુરુકુલ કેમ્પસમાં તારીખ 29 સપ્ટેમ્બરના રોજ નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પના મુખ્ય આયોજક એલ.એન. શાસ્ત્રી દ્વારા જણાવાયું છે કે, આ પ્રસંગે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કેમ્પમાં જરૂર મુજબના તમામ દર્દીઓને ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડી દેવામાં આવશે તેમજ ઓપરેશનનો તમામ ખર્ચ તેમજ આવવા જવાના અને રહેવા જમવાનો તમામ ખર્ચ ઉપરોક્ત સંસ્થા દ્વારા ભોગવવામાં આવશે. દર મહિનાની 29 તારીખે ચરાડવા ગુરુકુળ ખાતે નેત્રમણી કેમ્પ યોજાશે. જેથી જરૂરિયાતમંદ દર્દીઓએ દર મહિનાની 29 તારીખે આ કેમ્પનો લાભ લેવા જણાવ્યું છે. આ કેમ્પને સફળ કરવા માટે સ શ્રી ટી.પી. બી એડ. કોલેજ શ્રી એન. એલ. આમોદરા નર્સિંગ કોલેજ તથા તમામ શૈક્ષણિક સ્ટાફ અને સંચાલક અલ્પેશભાઈ એમ. પટેલ તથા રાકેશભાઈ એમ. પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

- text