અનામત બાબતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ

- text


ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા

મોરબી : આજે મોરબી જિલ્લા ભાજપ અને ધારાસભ્ય દ્વારા અનામત બાબતે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં રામધુન બોલાવી રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે મોરબી શહેરમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

મોરબી ખાતે આજે મોરબી જિલ્લા ભાજપ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા અનામત બાબતે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં ભાજપ નેતાઓએ હાથમાં બેનર અને પોસ્ટર લઈને રેલી કાઢી હતી. જેમાં ‘એસસી-એસટી અને ઓબીસી અનામત રદ કરવાના રાહુલ ગાંધીના ઈરાદાને ભાજપ સફળ નહીં થવા દે, કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો, દેશ વિરોધી રાહુલ ગાંધી દેશ વિરોધી કોંગ્રેસ, કોંગ્રેસનું એક જ મિશન ખતમ કરવા માગે છે રિઝર્વેશન’ સહિતના નારાઓ બેનર અને પોસ્ટરમાં લખી વિરોધ નોંધાવાયો હતો. આ વિરોદ પ્રદર્શનમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, નિર્મલભાઈ જારીયા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, જયંતીભાઈ પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા.

- text