મોરબીમાં અકસ્માતમાં ઇજા પામેલ ટ્રાફીક કર્મચારીની વ્હારે આવતી મોરબી પોલીસ

- text


ડીવાયએસપીએ રૂબરૂ જઇ ખબર ઘરે જઈ ખબર અંતર પૂછી 1,61,000ની સહાય અર્પણ કરી

મોરબી : મોરબી શહેરમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ટ્રાફિક કર્મચારીને ફરજ દરમિયાન અકસ્માતે ઇજાઓ પહોંચતા મોરબી ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ માનવતાવાદી અભિગમ અપનાવી ઇજાગ્રસ્ત બનેલા કર્મચારીને ફૂલ નહિ તો ફૂલની પાંદડી રૂપે આર્થિક સહાય ચૂકવી ખુદ ડીવાયએસપીએ રૂબરૂ ઘેર જઈ ખબર અંતર પૂછ્યા હતા.

મોરબીમાં ટ્રાફીક શાખામા ફરજ બજાવતા લાભુભાઇ હમીરભાઇ બાલાસરાને ટ્રાફીક ફરજ દરમ્યાન અકસ્માતે માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જેઓની સારવાર માટે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રૂપિયા 85000, મોરબી ડીવાયએસપી પી.એ. ઝાલા દ્વારા 51000 તથા વાંકાનેર ડીવાયએસપી એસ.એચ. સારડા તરફથી 25000 મળી કુલ રૂપિયા 1,61,000ની મેડિકલ ખર્ચ પેટે સહાય આપી હતી

- text

આ ઉપરાંત મોરબી ડીવાયએસપી પી.એ.ઝાલાએ તેઓના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત કરી ખબર પૂછી રૂબરૂ સહાય આપી હતી. આ સહાય બદલ ઇજાગ્રસ્ત ટ્રાફિક કર્મચારી લાભુભાઇએ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી ઝાલા અને સારડા તેમજ જિયા પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text