મોરબીની ઉમિયાજી રેસિડેન્સી સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની

- text


સાત મહિનાથી પાણી ન મળતાં મહિલાઓએ મોરબી પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી

મોરબી : મોરબી શહેરના અનેક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન યથાવત છે. લોકોને પાણી મળતું ન હોય હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે મોરબીના પંચાસર રોડ પર આવેલી ઉમિયાજી રેસિડેન્સી સોસાયટીમાં સાત મહિનાથી પાણી ન મળતું હોવાની રજૂઆત સાથે મહિલાઓ મોરબી નગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને ઉગ્ર રજૂઆત કરી હતી અને પાણી આપો… પાણી આપો…ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

મોરબી નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓએ પાલિકામાં ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અમે સમયસર વેરો ભરીએ છીએ તેમ છતાં પાણી મળતું નથી તો પાલિકા વેરો શા માટે લે છે ? ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં પાણી મળ્યું નથી. પાણી જીવન જરૂરી વસ્તુઓ હોય પાણી ન મળતા અનેક મુશ્કેલીઓ પડી રહી છે. હવે તો તમામ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે તેમ છતાં પાણી મળતું નથી. કાઉન્સિલર પણ ખોટા વાયદાઓ આપે છે. ત્યારે તાત્કાલિક ધોરણે પાણીનો પ્રશ્ન હલ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.

- text

- text