ભારે કરી…વીસીપરામાં ભૂગર્ભ ગટરમાંથી દેશી દારૂ ભરેલી પોટલીઓ નીકળી

- text


કોઈએ પોલીસની રેડની બીકે ગટરમાં દારૂની કોથળીઓ નાખી દીધી હોવાની શક્યતા

મોરબી : મોરબીમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર ઉભરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ત્યારે મોરબીના વીસીપરામાં કોઈએ દેશી દારૂની પોટલીઓ ગટરમાં નાખી દીધી હોવાના કારણે ગટર જામ થઈ ગઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

શહેરના વીસીપરામાં આવેલ કુલીનગર 1માં સ્મશાનની મેલડી વાળા મેઈન રોડ પર ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યા અંગે પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી. ફરિયાદને આધારે પાલિકાની ભૂગર્ભ ગટરની ટીમ દ્વારા ગટરની કુંડી સાફ કરવા પહોંચી હતી. તે દરમ્યાન કુંડીમાંથી દેશી દારૂ ભરેલી કોથળીઓ મળી આવી હતી. ત્યારે કોઈએ પોલીસની રેડની બીકે દેશી દારૂ ભૂગર્ભ ગટરની કુંડીમાં નાખી દેતા આ ગટર ઉભરવાની સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

- text