મોરબીમાં નર્મદા પાઈપલાઈનમાં પાણી ચોરી અટકાવવા ગાંધીનગરની ટીમો મેદાને, અનેક કનેક્શન કટ્ટ

- text


30-40 લોકોની ટીમે પોલીસને સાથે રાખીને ભૂતિયા કનેક્શન કાપવા કાર્યવાહી કરી

મોરબી : મોરબી-રાજકોટ હાઈવે પર નવી મેડિકલ કોલેજ આસપાસ ઔદ્યોગિક એકમોમા નર્મદા યોજનાની મુખ્ય લાઈનમાંથી ભૂતિયા કનેક્શન લઈ પાણી ચોરી કરાતી હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે શુક્રવારે ગાંધીનગરથી જીડબલ્યુઆઈએલ ટીમ ત્રાટકી પાણી ચોરી કરતાં એકમો સામે કડક કાર્યવાહી કરી કનેક્શનો કટ્ટ કરતા પાણી ચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.

મોરબી – રાજકોટ હાઇવે ઉપર ઉદ્યોગો અને અન્ય લોકોએ નર્મદા લાઈનમાંથી લીધેલા ગેરકાયદેસર કનેક્શન કાપવા માટે જેસીબી વડે ખોદકામ કરી ભૂતિયા કનેક્શન શોધી કાઢવામાં આવ્યા હતા. પોલીસ તંત્રને સાથે રાખી કડક કાર્યવાહી કરતા પાણી ચોરી કરતાં ઔદ્યોગિક એકમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેનાર હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text

- text