હળવદના રાયધ્રા ગામે રૂ.1.90 લાખના સોનાના દાગીનાની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

- text


રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કર સોનાના કોકરવા અને મગમાળા લઈ ગયો હતો

હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવી ખાતર પાડી ઘરમાં રહેલ તિજોરીમાંથી રૂપિયા 1.90 લાખની કિંમતના સોનાના કોકરવા અને મગમાળાની ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાતા જ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા નવઘણભાઈ સવાભાઈ પરાસરીયાના રહેણાંક મકાનમાં ગત તા.17 જુલાઈના રોજ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી ઘરમાં પડેલ કબાટમાંથી દોઢ તોલા વજનના સોનાના બે કોકરવા અને સાડા ત્રણ તોલા વજનની એક મગમાળા મળી કુલ 1.90 લાખના દાગીનાની ચોરી કરી જતા હળવદ પોલીસે ગુન્હો નોંધી ગણતરીની કલાકોમાં જ મૂળ ઉત્તરપ્રદેશના અને હાલમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા આરોપી રાજકુમાર ભવાનીસિંગ સાગરને મુદામાલ સાથે ઝડપી લઈ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text

- text