શિષ્યવૃત્તિની પ્રક્રિયા સરળ બનાવવા મોરબી આમ આદમી પાર્ટીની કલેક્ટરને રજૂઆત

- text


મોરબી : સરકારી શાળાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન પ્રક્રિયા ખૂબ જ જટીલ હોય ઘણા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને શિષ્યવૃત્તિની ઓનલાઈન પ્રોસેસ સરળ બનાવવા વિનંતી કરવામાં આવી છે.

આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી શિષ્યવૃત્તિ મળી રહે તેમજ સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને KYC કરવામાં સહેલું પડે અને બહારથી મજૂરી કામ અર્થે આવેલા નાના માણસોના બાળકોના ડોક્યુમેન્ટ જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાં ના હોય છે અને ભણતા અલગ જગ્યા એ હોય છે. આવા બાળકોને પણ શિષ્યવૃત્તિનો લાભ મળે તેના માટે સરકાર દ્વારા બનાવેલા નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવે તેવી માંગણી સાથે મોરબી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સત્વરે આ જટીલ પ્રક્રિયા દૂર કરી સરળ પ્રક્રિયા અમલી કરવામાં આવે તેવી વિનંતી કરાઈ હતી.

- text

- text