વઘાસિયા નજીક કાર ચાલકે બેલેન્સ ગુમાવતા ઘટના બનીવાંકાનેર : વાંકાનેર - મોરબી હાઇવે ઉપર વઘાસિયા ગામની સીમની હદમા વર્ના કાર લઈને જઈ રહેલા મોરબીના ઘૂંટુ ગામના યુવાને સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર સાથે ઘસડાતા ટાયર ફાટયા બાદ કાર પલ્ટી મારી સર્વિસ રોડ ઉપર બે ત્રણ ગોથા મારી જતા કાર ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.22ના રોજ રાત્રીના સમયે મોરબીના ઘુંટુ ગામે રહેતા કાર ચાલક મયુરભાઈ લાલજીભાઈ ઉર્ફે લલિતભાઈ રાઠોડ ઉ.30 પોતાની વર્ના કાર લઈને જતા હતા ત્યારે મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા નજીક સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધસાતા કારનું ટાયર ફાટી ગયું હતું અને કાર પલ્ટી મારી સર્વિસ રોડ ઉપર બે ત્રણ ગોથા મારી જતા કાર ચાલક મયુરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકન પિતા લાલજીભાઈ ઉર્ફે લલિતભાઈ રાઠોડની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.