માળીયા મિયાણા પોલીસે ત્રણ વરલીભક્તોને ઝડપી લીધા

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં માળીયા મિયાણા, ખાખરેચી અને વવાણીયા ગામે દરોડો પાડી ત્રણ વરલી ભક્તોને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

વરલીના જુગારના પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે માળીયા શહેરની પોસ્ટ ઓફીસ પાસેથી આરોપી દોશમામદ મામદભાઈ કટિયાને રોકડા રૂપિયા 450 સાથે વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં આરોપી હાર્દિક કાંતિભાઈ આઘારાને ખાખરેચી ગામના બસસ્ટેન્ડ નજીકથી વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 420 કબ્જે કર્યા હતા. ઉપરાંત વવાણીયા ગામે દરોડો પાડી આરોપી નિઝામ ગનીભાઈ કટિયાને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 470 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text