મોરબીના અનેક રસ્તાઓ પર આજે સવારથી જ ભારે ટ્રાફિકજામ, વાહનોના થપ્પા

- text


મોરબી : મોરબી શહેરમાં આજે સવારથી જ અનેક રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા છે. રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા છે. સવારમાં જ શનાળાથી લઈને નવલખી ઓવરબ્રિજ સુધી તેમજ ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકજામ સર્જાતા ધંધાર્થે અને નોકરીએ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે નેક્સસ સિનેમા પાસે ડિવાઈડરમાં એક ટ્રક બંધ થઈ જતાં નેક્સસ સિનેમા પાસે ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. આ તરફ ઉમિયા સર્કલ પાસે પણ અનેક વાહનોના થપ્પા લાગી ગયા હતા. બાયપાસ પુલ પર અને નવલખી રોડ પર પરશુરામ ઓવરબ્રિજ પર પણ વાહનોની કતાર જોવા મળી હતી. આમ મોરબી શહેરમાં સવારમાં જ વિવિધ રોડ રસ્તાઓ પર ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી હતી.

- text

- text