મોરબીના વેજીટેબલ રોડ પર બે દિવસ પૂર્વે થયેલી હત્યાના આરોપીની ધરપકડ

- text


બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા તપાસ ચાલુ

મોરબી : ગત તારીખ 24 સપ્ટેમ્બરના રોજ સાંજના 5:30 કલાક દરમ્યાન મોરબી શહેરના વેજીટેબલ રોડ પર પંચમુખી હનુમાનજી મંદિર સામે હત્યાનો બનાવો બન્યો હતો. આ હત્યાના ગુનાના આરોપીની મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

ડીવાયએસપી પી એ ઝાલા એ જણાવ્યા મુજબ મોરબીમાં બે દિવસ પૂર્વે થયેલી હત્યાના બનાવની હકીકત એ છે કે મરણ જનારના બેન કોકીલાબેન પરમારનાઓએ મોરબી સિટી બી ડિવિઝન ખાતે પોતાની ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે ગુનો દાખલ કરી ધોરણસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામના આરોપી ઇરફાન ગુલામભાઈ જામ રહે. મૂળ ભાયાવદર તેઓને જગાભાઈ સાથે મોબાઇલ બાબતે ઝઘડો થયો હતો. જેના કારણે આરોપી પંચમુખી હનુમાનજી મંદિરે જગાભાઈની રાહ જોઈને ઉભો હતો. મરણ જનાર ત્યાં આવતા આ કામના આરોપીએ છરીના ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. જેમાં શામજીભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું તથા જગાભાઈ અને પ્રભુભાઈને નાની મોટી ઈજા થઈ હતી. જે હોસ્પિટલમાં દાખલ છે.

વધુમાં જણાવ્યું હતું કે હત્યાનું કારણ એવું છે કે જગાભાઈને આરોપીએ મોબાઈલ લઈ લીધો હોવાની શંકા હતી. જેથી ઝઘડો બોલાચાલી ઉગ્ર થતા આરોપીએ છરીના ઘા ઝીંકી ઘટનાને અંજામ આપ્યો હતો. ફરિયાદીઓએ માતાના મઢ ખાતે સેવા કેમ્પનું આયોજન કર્યું હતું. જે કેમ્પમાં વાસણો સાથે સેવા કેમ્પ માટે ફરિયાદીઓ જઈ રહ્યા હતા. દરમ્યાન આ ઘટના બની હતી. ગઈકાલે રાત્રે મોરબી બી ડિવિઝન સ્ટાફે આરોપીને હસ્તગત કરી રજૂ કરેલ છે. જેની રાત્રે ધોરણસરની અટકાયત કરેલ છે તેમજ ઘટના દરમિયાન પહેરેલા કપડાં અને હથિયાર પણ કબજે કરેલ છે. સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા છે. આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાયેલ છે.

- text

- text