પીપળીયા ચાર રસ્તા નજીક લાગેલી આગ પ્રચંડ બનતા મેજર કોલ જાહેર 

- text


મોરબી ઉપરાંત રાજકોટ, વાંકાનેર અને હળવદ ફાયર બ્રિગેડની ટીમો બોલાવાઇ  

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પોલીપેકે ફેકટરીમાં લાગેલી આગ વિકરાળ બનતા જ મોરબી ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરી પ્રચંડ આગને કાબુમાં લેવા પ્રયાસો શરૂ કરવાની સાથે રાજકોટ, વાંકાનેર અને હળવદ ફાયર બ્રિગેડની મદદ માંગતા હળવદ અને વાંકાનેરની ટીમો પણ બનાવ સ્થળે પહોંચી આગ બુઝાવવામાં કામે લાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકા વિસ્તારમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ રોયલ પોલીપેક ફેકટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો કોલ આવતા મોરબી નગરપાલિકાની તમામ ફાયર ટીમને બનાવ સ્થળે દોડાવવામાં આવી હતી પરંતુ આગ વધુ વિકરાળ હોય આગ ઓલવવા માટે રાજકોટ, હળવદ અને વાંકાનેર ફાયર બ્રિગેડની મદદ માંગી મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે, બીજી તરફ પોલીપેક ફેકટરીમાં પ્લાસ્ટિક રોમટિરિયલને કારણે આગ વધુ પ્રચંડ બની હોવાનું અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણોમાં સામે આવ્યું છે.

- text

- text