મોરબીના લખધીરવાસ ગેટ પાસે ભુગર્ભ ગટરમાંથી ગૌવંશને બહાર કઢાયું

- text


 

નગરપાલિકા તાત્કાલિક ભૂગર્ભ ગટર ઢાંકે તેવી લોક માગ

મોરબી : મોરબીમાં અવારનવાર ગૌવંશ ભૂગર્ભ ગટરમાં પડી જતા હોવાની ઘટના સામે આવે છે. ત્યારે આજે બપોરે લખધીરવાસ ગેટ પાસે એક ગૌવંશ ભૂગર્ભ ગટરમાં પડી ગયું હતું.

આ અંગે નગરપાલિકાના કર્મચારીઓને જાણ કરવા માટે ફોન કરતા હોય ત્યારે કોઈને ફોન લાગ્યા ન હતા. લગભગ બધાના ફોન સ્વીચ ઓફ આવતા હતા. આ દરમ્યાન સરકાર પગાર લઈને શા માટે ફોન સ્વીચ ઓફ રાખે છે. તેવા પ્રશ્નો ઉદ્દભવ્યા હતા. મહામહેનતથી જેસીબી બોલાવીને ગૌવંશને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારે સર્વ હિન્દુ સંગઠન કન્વીનર કે. બી. બોરીચા દ્વારા મોરબી નગરપાલિકાને યોગ્ય રીતે ભૂગર્ભ ગટર ઢાંકીને તેનું નિરાકરણ તાત્કાલિક લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ જો આ સમસ્યાનો ઉકેલ ન આવ્યો તો સર્વે હિન્દુ સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ કરવા અંગે ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- text

 

- text