મોરબીમાં નજીવા કારણોસર ઝઘડો થયા બાદ દંપતીને માર મરાયો

- text


કામધેનુ પાર્ટી પ્લોટ સામે એપાર્ટમેન્ટમાં બનેલી ઘટના : ચાર વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબી – કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચપલ હાથમાં લઈને ચાલવાનું કહ્યા બાદ ચાર શખ્સોએ દંપતી અને વૃધ્ધાને એપાર્ટમેન્ટની છત ઉપર વાતચીત કરવા બોલાવી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર ડીવાઈન પાર્કમાં સત્ય – બી એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઇ પાચોટીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મનોજભાઇ રમણીકભાઇ આદ્રોજા, વિશાલભાઇ અમરશીભાઇ ઘોડાસરા, નિલેશભાઇ પ્રભુભાઇ બારૈયા, ભાવીકભાઇ કારૂભાઇ વિરમગામા રહે. તમામ સત્યબી એપાર્ટમેન્ટ કંડલા બાયપાસ ડીવાઇન પાર્ક, મોરબીવાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર ર્ક્યું હતું કે, તેમના માતા સવિતાબેન પાર્કિંગમાંથી નીકળતા આરોપી વિશાલ ઘોડાસરાએ ચપલ હાથમાં લઈને નીકળો પાર્કિંગ ખરાબ થાય છે તેમ કહી ઝઘડો કર્યો હતો.

- text

બાદમાં ચારેય આરોપીઓએ રાત્રે નરેન્દ્રભાઈને ફોન કરી એપાર્ટમેન્ટની છત ઉપર તેમના પત્ની અને માતાને લઈને આવવાનું કહી ઉપર બોલાવી બાદમાં ચારેય આરોપીઓએ ગાળો આપી ઢીકા પાટુનો માર મારવાની સાથે લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text