ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોર ખીજડીયા ગામના સરપંચ અને તલાટીનું સન્માન

- text


ક્રોપ કટિંગ સર્વે અને વેરા વસૂલાતમાં 100 ટકા કામગીરી કરાઈ

મોરબી : મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે 100 ટકા ક્રોપ કટિંગ સર્વે અને વેરા વસૂલાત બદલ ગામના સરપંચ, તલાટી-કમ-મંત્રી અને વીસીઈનું સન્માન કરવામાં આવ્યું છે.

ગોર ખીજડીયા ગામે હાલ ચાલી રહેલા ક્રોપ કટિંગ સર્વેમાં મોરબી જિલ્લામાં સૌપ્રથમ 100 ટકા કામગીરી ગામમાં થઈ છે. આ ઉપરાંત સતત બીજા વર્ષે મોરબી જિલ્લામાં સૌપ્રથમ 100 ટકા પંચાયત વેરા વસૂલાત કરવામાં આવ્યો છે. આ કામગીરી બદલ ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા, તલાટી-કમ-મંત્રી રવિભાઈ હુંબાલ અને વીસીઈ રાજભાઈ ઓડિયાનું મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text