મોરબીમાં નગરપાલિકા કર્મચારીને કાર ચાલકે માર મારી ફરજમાં રુકાવટ કરી

- text


રેલવે સ્ટેશન રોડ ઉપર ડીડીટી ભરેલું વાહન રિવર્સમાં લેવડાવતી વખતે વાહનો ઉભા રાખતા વર્ના કારનો ચાલક વિફર્યો

મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર નગરપાલિકાના ગોડાઉનમાં ડીડીટી ભરેલી ગાડી ખાલી કરવવા ગયેલ સેનેટરી ઇન્સ્પેકટર અન્ય વાહનો ઉભા રખાવી ગાડી રિવર્સ લેવડાવતા હતા ત્યારે વર્ના કારના ચાલકે ફરજમાં રુકાવટ કરી સેનેટરી ઇન્સ્પેક્ટરને માર મારી ગાળો આપતા ફરજમાં રુકાવટ અંગે બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર નોકરી કરતા સેનેટરી ઇન્સ્પેકટર નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા ઉ.35 રહે.મોટી ડેલી પંચાસર વાળા ગઈકાલે રેલવે સ્ટેશન રોડ ઉપર રેનબસેરા પાસે ડીડીટી ભરેલી ગાડી ગોડાઉનમાં ઉતારવા માટે રિવર્સમાં લેવડાવવા માટે અન્ય વાહનોને થોડી વાર ઉભા રહેવા કહેતા જીજે – 03 – એલબી – 1319 નંબરની વર્ના કારના ચાલક તેમજ સાથે રહેલા અન્ય આરોપીએ નિર્મળસિંહ સાથે ઝઘડો કરી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી ફરજમાં રુકાવટ કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text