26 સપ્ટેમ્બરે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસે વિવિધ યોજનાના એકાઉન્ટ ખોલવાનો કેમ્પ યોજાશે

- text


મોરબી : આવતીકાલે તારીખ 26 સપ્ટેમ્બરના રોજ મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે ખાસ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનાં લાભાર્થી તેમજ અન્ય યોજનાઓના લાભાર્થીઓ માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું પ્રીમિયમ ડિજિટલ સેવિંગ એકાઉન્ટનું એકાઉન્ટ ખોલવા માટેનો કેમ્પ યોજાશે.

મુખ્ય પોસ્ટ ઓફિસ પરાબજાર મોરબી ખાતે 26 સપ્ટેમ્બર ને ગુરૂવારે સવારે 7-30 કલાક થી બપોરના 11-00 વાગ્યા સુધી આ કેમ્પ યોજાશે. જેમાં આધાર કાર્ડ અને મોબાઈલ ફોન તેમજ એકાઉન્ટનાં રૂપિયા 200 સાથે લઈને આવવા જણાવાયું છે. એકાઉન્ટ તુરંત અરજન્ટ ખોલી આપવામાં આવશે. આ કેમ્પમાં મોરબીની જાહેર જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કેમ્પનો લાભ લેવા માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર પરાગભાઈ વસંત દ્વારા જણાવાયું છે.

- text

- text