હળવદના રાયધ્રા ગામે તસ્કરોએ ખાતર પાડ્યું, 1.90લાખની ચોરી

- text


રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો સોનાના કોકરવા અને મગમાળા લઈ ગયા

હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવી ખાતર પાડી ઘરમાં રહેલ તિજોરીમાંથી રૂપિયા 1.90 લાખની કિંમતના સોનાના કોકરવા અને મગમાળાની ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા નવઘણભાઈ સવાભાઈ પરાસરીયાના રહેણાંક મકાનમાં ગત તા.17 જુલાઈના રોજ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી ઘરમાં પડેલ કબાટમાંથી દોઢ તોલા વજનના સોનાના બે કોકરવા અને સાડા ત્રણ તોલા વજનની એક મગમાળા મળી કુલ 1.90 લાખના દાગીનાની ચોરી કરતા બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text