રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેસરિયા તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : આજ રોજ તારીખ 24-9-2024 મંગળવારના રોજ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત વાંકાનેર તાલુકાના PHC-MESARIYA અને RBSK TEAM દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેસરિયા તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં શાળામાં કુલ 384 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 5 થી 8ના મળીને કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં ડો.ડિમ્પલબા જાડેજા અને ચિરાગભાઈ મોદીએ વિદ્યાર્થીઓને તમાકુ ના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક આડ અસરો તથા રોગો વિશે માર્ગદર્શન આપ્યું હતું.

- text

જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ,પેન,પેન્સિલ જેવી વસ્તુઓ પ્રોત્સાહન ઇનામ તરીકે આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને RBSK ટીમ ડો.નિલેશ ધનાણી ડો.ડિમ્પલબા જાડેજા, સોનલબેન ઝાલા, CHO- ચિરાગ મોદી, FHW-મિતલ મેર, MPHW-રોહિતભાઈ અને શાળાના પ્રિન્સિપાલ શીતલ મેડમ અને શાળાના શિક્ષકો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અંતે શાળાના બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

- text