ટંકારાના ભૂતકોટડા ગામે નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

- text


ટંકારા : ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે આવેલ નદીમાંથી ગઈકાલે અંદાજે 30 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે, બનાવ અંગે ટંકારા એએસઆઇ આઇટી જામ વધુ તપાસ ચલાવી રહ્યા છે.જો કોઈને આ મૃતક અંગે જાણ થાય તો મોબાઈલ નંબર 8200226596 અથવા ટંકારા પોલીસ સ્ટેશનના નંબર 0282-2287733 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- text

- text