મોરબીમાં એકના ડબલ, ત્રણ ગણાની લાલચમાં બિહારી યુવાને 36.11 લાખ ગુમાવ્યા

- text


વોટ્સએપ કોલ કરી ડિજિટલ માર્કેટિંગ અને પાર્ટ ટાઈમ જોબના નામે છેતરપિંડી

મોરબી : મોરબીના લાલપર ગામે ફેબ્રિકેશનનો ધંધો કરતા બિહારી યુવાનને વોટ્સએપ કોલ કરી ડિજિટલ માર્કેટિંગ અને પાર્ટ ટાઈમ જોબ કરવાની લોભામણી લાલચ આપી 200 રૂપિયા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા બાદ ડોક્યુમેન્ટ મેળવી લઈ આખેઆખું બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરી બે ગણા અને ત્રણ ગણા વળતરની લાલચ આપી રૂપિયા 36.11 લાખથી વધુની છેતરપીંડી આચરવામાં આવતા છેતરાયેલા યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીમાં થયેલા સાયબર ફ્રોડ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે ફેબ્રિકેશનનું કામ કરતા અને ન્યુ પ્લોટ એરિયામાં રહેતા મૂળ બિહારના વતની અજયકુમાર મનભરનસિંહ રાજપુતે મોરબી તાલુકા પોલીસ સમક્ષ વોટ્સએપ કોલ કરનાર અજાણ્યા ઇસમ તેમજ અલગ અલગ સાત બેન્ક એકાઉન્ટ નંબર ધરાવતા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.28 મે 2024ના રોજ તેમને વોટ્સએપ કોલ આવ્યો હતો અને પાર્ટ ટાઈમ જોબ તેમજ ડિજિટલ માર્કેટિંગ કરવાના નામે ડીસીએકસ કંપનીમાં કામ કરવાનું જણાવી અલગ અલગ ટાસ્ક પુરા કરો તો રૂપિયા મળશે તેમ કહેતા અજયકુમાર ચીટરોની વાતમાં આવી ગયો હતો.

- text

બાદમાં આ ઠગ ગેંગે અજય કુમાર પાસેથી બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો મેળવી લઈ ટેલિગ્રામ ડાઉનલોડ કરાવી 200 રૂપિયા તમને મળ્યા છે ગૂગલ પે એકાઉન્ટ નંબર આપવા જણાવી બેંકની ડિટેઇલ મેળવી લઈ અલગ અલગ સમયે બેંકના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી કુલ મળી 36, 11, 050 રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરતા આ ચોંકાવનારી ઘટના અંગે પોલીસે કુલ આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text