મુળીના આંબરડી ગામનો યુવાન વાડીએથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે સર્જાઈ દુર્ઘટનાહળવદ : મંગળવાર હળવદ તાલુકાના દીઘડીયા ગામ નજીકથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં મુળી તાલુકાનાં આંબરડી ગામનો યુવાન આજે વહેલી સવારે બાઇક સાથે કેનાલમાં ખાબક્યો હતો.બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓ દ્વારા ભારે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ અને બાઈકને કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળી તાલુકાના આંબરડી ગામે રહેતા અલ્પેશભાઈ રવજીભાઈ સડાલીયા ઉંમર વર્ષ 35 આજે વહેલી સવારે પાંચેક વાગ્યાની આસપાસ હળવદના દીઘડીયા નજીક જંગલમાંથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠેથી બાઇક લઇ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સાથે કેનાલના પાણીમાં ખાબકતા સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી.ભારે શોધખોળ બાદ અંતે યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાવ્યો હતો.