ટંકારા નજીક ટાયર ફાટતા બોલેરો ગાડીની પલ્ટી, જાનહાની નહિ

- text


ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારાથી મોરબી તરફ જતા રસ્તે જીવા મામાની જગ્યા પાસે બોલેરો ગાડીનું ટાયર ફાટતા ગાડી પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જો કે સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારાથી મોરબી તરફ જતા રસ્તે જીવા મામાની જગ્યા પાસે બોલેરો ગાડીનું ટાયર ફાટતા ગાડી પલ્ટી માટી ગઈ હતી. બરાબર આ જ સમયે સાવડીના સામાજિક કાર્યકર વિક્રમ કાલાવડીયા ત્યાંથી પસાર થતા તેઓએ તાત્કાલિક રાહદારીઓ સાથે રહી મદદ કરી બોલેરો ગાડી સીધી કરી ગાડીના ચાલક સહિતના બે લોકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

- text

- text