માળીયા મિયાણાની ભીમસર ચોકડી નજીકથી પિસ્તોલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાની ભીમસર ચોકડી નજીકથી પોલીસે બાતમીને આધારે મોરબીના યુવાનને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે ભીમસર ચોકડી નજીક ચેકીંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ સાથે નીકળેલા મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામના વતની આરોપી તુલસી હસમુખભાઈ સંખેસરિયા ઉ.35 ને દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા 10 હજાર સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text