મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ સ્પર્ધામાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ પ્રથમ

- text


વિજેતા ટીમ રાજ્યકક્ષાએ યોજાનાર વાઇબ્રન્ટ નવરાત્રિમાં મોરબીનું પ્રતિનિધિત્વ કરશે

મોરબી : ગુજરાત સરકારના રમત-ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનર તેમજ કમિશનર, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ કચેરી મોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા-2024-25 મોરબીની સાર્થક વિદ્યા મંદિર મોરબી મુકામે 22 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. આ રાસ સ્પર્ધામાં મોરબીની વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની ટીમે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે.

પ્રથમ નંબર મેળવવા બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તેમજ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબીના ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્યો અને પ્રમુખે અભિનંદન પાઠવ્યા છે. આ ટીમ આગામી નવરાત્રિમાં રાજ્ય કક્ષાએ યોજાનાર વાઇબ્રન્ટ નવરાત્રિમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જશે. આ રાસ સ્પર્ધામાં સહાયક તરીકે નટુભાઈ અંદોદરીયા (હાર્મોનિયમ), અજયભાઈ અંદોદરીયા (ગાયક), ધ્રુવ બરાસરા (ઢોલક), ભાવેશભાઈ વારનેશિયા (ઝાંઝ ) જોડાયા હતા.

- text

- text