મોરબીના રવાપર રોડના દાઉદી પ્લોટ-1માં ઉભરાતી ગટરથી રહીશો ત્રાહિમામ

- text


મોરબી : મોરબી શહેરના અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાનો પ્રશ્ન માથાના દુઃખાવા સમાન બન્યો છે. તંત્રના પાપે સામાન્ય જનતા પરેશાનીનો સામનો કરી રહી છે. ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલા દાઉદી પ્લોટ-1માં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યાથી રહેવાસીઓ પરેશાની ભોગવી રહ્યા છે.

દાઉદી પ્લોટ-1ના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. ગટરમાંથી ગંદુ પાણી રોડ પર નદીઓની માફક વહી રહ્યું છે. રોડ પર ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા રાહદારીઓ અને વાહનચાલકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ગટરના પાણી ભરાઈ રહેવાથી ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને રખડતાં ઢોરનો પણ અડિંગો જોવા મળી રહ્યો છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ત્યારે તાત્કાલિક ધોરણે આ સમસ્યા હલ કરવામાં આવે તેવી રહેવાસીઓની ઉગ્ર માગ છે.

- text

- text