મોરબીના જાંબુડિયા નજીક બાઈક ઉપર દેશી દારૂની ખેપ મારતા એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના જાંબુડિયા ગામની સીમમાં પાવર હાઉસ નજીકથી તાલુકા પોલીસે આરોપી રાજુ વાસુદેવભાઈ ભંભાણી રહે.લાભનગર, મોરબી વાળાને રૂપિયા 25 હજારની કિંમતના બાઈક ઉપર 25 લીટર દેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ 30 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. વધુમાં આરોપીની પૂછપરછમાં દેશી દારૂનો આ જથ્થો યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચણિયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી યાસ્મીનને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text

- text