મોરબીમાં નવનાત વણિક સમાજની અગત્યની કમિટીની મીટીંગ મળી

- text


મોરબી : નવનાત વણિક સમાજ મોરબી જિલ્લાની અગત્ય કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં સમાજ લક્ષી… સમાજ સેવા… સમાજ સહયોગ સાથે વેવિશાળ, રોજગારી, વણિક રક્ષા સમિતિ જેવા દરેક મુદ્દા પર વિચારણા કરવામાં આવી હતી. સાથે કમિટીની રચના કરવામાં આવી હતી. સમગ્ર પ્રમુખ અને મંત્રી સમાજના અલગ અલગ ફીરકાના સમર્થન સાથે સંગઠન વ્યાપ વધારી આગામી દિવસમાં રાજકીય શક્તિ વધારી સમાજના ઉત્થાન માટે આગળ વધવા આહવાન કરાયું હતું.

- text

આ મીટીંગમાં ખાસ ઉપસ્થિત રહેલા ઈન્ટરનેશનલ ઇન્ચાર્જ પ્રશાંતભાઈ શાહનું પરંપરા મુજબ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં મોરબી ઇન્ચાર્જ નીતિનભાઈ મહેતા, સાથી કમિટી સભ્યો હિતેશભાઈ ભાવસાર, પરેશભાઈ શાહ, વિપુલભાઈ સુખડીયા, કૃપલભાઈ શેઠ, કેવિનભાઈ, પરેશભાઈ વજરીયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- text