મોરબીના રફાળેશ્વર નજીક પ્રજાપત કારખાનામાં દીપડા જેવા પ્રાણીએ દેખા દીધા

- text


રાત્રીના સમયે કારખાનામાં પ્રાણીના આંટાફેરા સીસીટીવીમાં કેદ : જંગલખાતાને જાણ કરાઈ

મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આવેલ આવેલ પ્રજાપત નામના કારખાનામાં ગતરાત્રીના સમયે દીપડા જેવા પ્રાણીએ દેખા દેતા આજુબાજુના કારખાનેદારોમાં ફફડાટ મચી ગયો છે, દીપડા જેવા પ્રાણીના આંટાફેરા મામલે મોરબી વનવિભાગને જાણ પણ કરવામાં આવી હતી. જો કે, સીસીટીવીમાં કેદ થયેલ પ્રાણી દીપડો જ છે કે, કેમ તે બાબતની પુષ્ટિ વનવિભાગે કરી ન હતી.

મોરબીના રફાળેશ્વર નજીક આવેલ પ્રજાપત કારખાનામાં ગતરાત્રીના સમયે દીપડા જેવા રાની પશુએ દેખા દેતા કારખાનેદાર પ્રવીણભાઈ પ્રજાપતિએ સીસીટીવી કેમેરા ચેક કરતા કારખાનાના મુખ્ય પ્રવેશ દ્વારથી દીપડા જેવું પ્રાણી કારખાનામાં પ્રવેશતું દેખાઈ રહ્યું છે સાથે જ અન્ય કેમરાઓમાં પણ દીપડા જેવા પ્રાણીના આટાફેરા કેદ થયા હતા. ઘટના અંગે મોરબીના આરએફઓ જે.સી.જાડેજાને જાણ કરવામાં આવી હતી તેમજ સીસીટીવી ફૂટેજ મોકલવામાં આવતા રાત્રીના સમયને કારણે ઝાંખા દ્રશ્યોને કારણે દીપડો હોવા અંગે પુષ્ટિ કરવામાં આવી ન હતી છતાં પણ તેઓએ આ વિસ્તારમાં તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text

- text