મોરબીના પીપળી ગામે રહેણાંકમાંથી 309 બોટલ દારૂ ઝડપાયો

- text


આરોપીએ બાથરૂમમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો

મોરબી : મોરબી તાલુકા પોલીસે પીપળી ગામની સીમમાં આવેલ માનસધામ સોસાયટીની બાજુમાં રહેણાંકમાં દરોડો પાડી બાથરૂમમાં છુપાવેલ 309 બોટલ દારૂ સાથે મૂળ કચ્છના રહેવાસી આરોપીની ધરપકડ કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ માનસધામ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ કચ્છના રાપર તાલુકાના વતની આરોપી પીરાભાઈ જોધાભાઈ બોહરિયાએ વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપીના કબજા ભોગવટા વાળા રહેણાંકના બાથરૂમમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 309 બોટલ કિંમત રૂપિયા 33,780 મળી આવતા પોલીસે આરોપી પીરાભાઈની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text