મોરબીના રવાપર રોડ અને ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં દારૂની બોટલ સાથે બે પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ અને બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટી નજીકથી બે આરોપીઓને વિદેશી દારૂની એક – એક બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ ઉપર વોડાફોન ઓફીસ પાછળથી આરોપી કાનજીભાઈ દેવજીભાઈ પરમાર રહે.જેલ રોડ મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લીધો હતો.

- text

જ્યારે બીજા બનાવમાં સીટી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાંથી આરોપી સુરેશ ભુપતભાઇ રાઠોડને બ્લેન્ડર્સ પ્રાઇડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 840 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text