મોરબી સીએનજી રીક્ષા અને બાઈક ચોરાયા

- text


આયુષ હોસ્પિટલ નજીકથી રીક્ષા અને ત્રિકોણબાગેથી બાઈક ચોરી

મોરબી : મોરબીમા તરખાટ મચાવી રહેલ વાહન ચોર ગેંગે વધુ બે વાહન ચોરીને અંજામ આપ્યો છે જેમાં આયુષ હોસ્પિટલ નજીકથી સીએનજી રીક્ષા અને ત્રિકોણબાગ નજીકથી એક બાઈક ચોરાતા સીટી એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ ગુન્હા દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ચોરીના પ્રથમ બનાવમાં મોરબીના સાવસર પ્લોટમાં આયુષ હોસ્પિટલ નજીકથી સિપાઈ વાસમાં રહેતા ફરિયાદી અમીન હારુનભાઈ બેલીમની માલિકીની રૂપિયા 3.50 લાખની કિંમતની સીએનજી રીક્ષા ચોરાઈ જતા ફરિયાદ નોંધાવી હતી.

- text

જ્યારે બીજા કિસ્સામાં મોરબી શહેરના ત્રિકોણબાગ નજીક મુખ્ય પોસ્ટ ઓફિસની પાછળથી ફરિયાદી સંદીપ અંબાલાલ તુવેર રહે.નવલખી રોડ, યમુના નગર વાળાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા સીટી એ ડિવિઝન પોલીસે વાહનચોરી અંગે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text