ઊંચું લેવલ લઈ રોડ બનાવવા ચીફ ઓફિસરને રજુઆતમોરબી : મોરબીના કાલિકા પ્લોટ-3માં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ થયા હોય આ મામલે ચીફ ઓફિસરને રાવ કરી છે. સાથે આ શેરીમાં ઊંચું લેવલ લઈ રોડ બનાવવા રજુઆત પણ કરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આસપાસમાં ઉચા રોડ બન્યા હોય આ શેરી નીચી રહી ગઈ છે. ઉપરાંત અહીં અવારનવાર ભૂગર્ભ ગટર ઉભરાતી હોય, કાયમ માટે શેરીમાં ગટરના પાણી ભર્યા રહે છે. જેના કારણે રોગચાળાની ભીતી પણ સેવાઈ રહી છે. જેથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.