મોરબી : મોરબી- કંડલા બાયપાસ ઉપર સત્કાર રેસિડેન્સીમાં રહેતા અને સિરામિક ફેકટરીમાં નોકરી કરતા યુવાને આર્થિક સંકડામણમા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટીપ્લોટ સામે સિલ્ક હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિક ફેકટરીમાં નોકરી કરતા હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ બાવરવા ઉ.27 નામના યુવાને આર્થિક સંકડામણમા પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.