તાલુકા પોલીસે રૂપિયા 99,480નો મુદ્દામાલ કબજે કર્યોમોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હરિઓમ પાર્ક સોસાયટી નજીકથી મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા વિદેશી દારૂ અને બિયર ભરેલી ઓટો રીક્ષા ઝડપાઇ ગઈ હતી. જો કે, રીક્ષા ચાલક અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે, ઘુંટુની હરિઓમ પાર્ક સોસાયટી સામે જીજે - 36 - યુ - 9127 નંબરની રીક્ષામાં વિદેશી દારૂ - બિયરના જથ્થાની હેરફેર થઈ રહી છે જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી રીક્ષા મળી આવતા રીક્ષામાંથી વિદેશી દારૂની 60 બોટલ કિંમત રૂપિયા 18,480 તેમજ બિયર ટીન 10 કિંમત રૂપિયા 1000 મળી આવતા પોલીસે રીક્ષા સહિત 99,480નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો.