ટંકારા પોલીસની ચોર પકડવાની આગાહી ! બે મહિના જુના તફડંચીના બનાવના ફરિયાદ નોંધાઇ

- text


અજાણ્યા રીક્ષા ચાલકે મેઘપર ઝાલા ગામના વૃદ્ધની બંડીમાંથી 50 હજાર સેરવી લેવા અંગે ગુન્હો નોંધ્યો

ટંકારા : ચોરીના બનાવમા પહેલા ચોર પકડવાનો અને બાદમાં ત્વરિત કાર્યવાહી કરી હોવાની ઇમેજ બતાવવા પોલીસ ફરિયાદ નોંધતી હોવાની છાપ વચ્ચે ટંકારા પોલીસે બે મહિના અગાઉ રીક્ષા ચાલક અને તેના સાગરીતે મેઘપર ઝાલા ગામના વૃદ્ધની બંડીમાંથી 50 હજાર સેરવી લેનાર બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા બન્ને ચોર ઇસમ પોલીસની હાથવેંતમાં આવી ગયાના સંકેતો મળી રહ્યા છે.

- text

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા વાલજીભાઈ દેવશીભાઈ બાર ઉ.65 નામના વૃદ્ધ ગત તા.29 જુલાઈના રોજ અજાણી રીક્ષામાં મુસાફરી કરતા હતા ત્યારે ટંકારાના નાના ખીજડિયા ગામના અવેળા પાસે રીક્ષા ચાલક અને પાછળની સીટ ઉપર બેઠેલ અજાણ્યા વ્યક્તિએ વાલજીભાઈની બંડીમાંથી 50 હજાર રૂપિયા સેરવી લેતા આ મામલે ટંકારા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, બે માસ બાદ નોંધાયેલ ફરિયાદ જોતા ચોર પોલીસની હાથવેંતમાં આવી ગયાનું મનાઈ રહ્યું છે.

- text