મોરબીના ઘુંટુ અને ટીંબડી ગામની સીમમાં જુગાર રમતા ચાર પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે ઘુંટુ અને ટીંબડી ગામની સીમમાં જુગારના બે અલગ અલગ દરોડામાં જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જુગારના પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે ઘુંટુ ગામની સીમમાં અંબાણી પેપરમિલ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી સંજય અવચરભાઈ ઝંઝવાડિયા અને સિકંદર અમૃતભાઈ કટિયાને રોકડા રૂપિયા 550 સાથે ઝડપી લીધા હતા. તેમજ બીજા દરોડામાં ટીંબડી ગામની સીમમાં ઓસીસ સિરામિક કારખાના પાછળ તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી વિશ્વાસ કાનજી પાટડીયા અને જગદીશ ધીરુભાઈ રેણુકાને રોકડા રૂપિયા 610 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text