રાજકોટમાં ઝડપાયેલ રીક્ષા ગેંગે ટંકારાના વૃદ્ધના નાણાં સેરવી લીધાની કબૂલાત આપી 

- text


એક મહિલા અને બે પુરુષોની ત્રિપુટીએ સાત શિકાર કર્યાની કબૂલાત આપી 

મોરબી : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના રહેવાસી વૃદ્ધના ખિસ્સામાંથી રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલ મહિલા અને એક પુરુષે રૂપિયા 50 હજાર છીનવી લેવાના બનાવમાં રાજકોટ પોલીસે ઝડપી લીધેલ એક મહિલા સહિતની ત્રિપુટીએ ટંકારાના વૃદ્ધના ખિસ્સામાંથી નાણાં સેરવી લેવા સહિત આવા જુદા-જુદા સાત બનાવને અંજામ આપ્યાનું કબૂલ કર્યું હોવાનું સામે આવ્યું છે.

- text

રાજકોટ માલવીયાનગર પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડી ધ્યાન ચૂકવી નાણાં સેરવી લેતી ત્રિપુટીને પકડી પાડી જેમાં આરોપી હુસેન દાઉદ મલેક, કિશન ઉર્ફે કીશો વાંજો મગનભાઈ પામભણીયા અને હીના શરીફભાઇ ડોસાણી રહે.રાજકોટ વાળાને ગોંડલ ચોકડી નજીકથી પકડી પાડવામાં આવતા ત્રણેય આરોપીઓએ ટંકારા સહીત સાતેક કિસ્સામાં તફડંચીની કબૂલાત આપી છે. વધુમાં ત્રણેય આરોપીઓએ ત્રણેક દિવસ પહેલા મોરબીથી ટંકારા વચ્ચે એક વૃદ્ધના ખિસ્સામાંથી 15 હજાર રૂપિયા સેરવી લીધા હોવાનું કબૂલ કર્યું છે, જો કે આ અંગેની ફરિયાદ હજુ નોંધાઈ ન હોવાનું સામે આવ્યું છે. હાલમાં રાજકોટ પોલીસે રીક્ષા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text